પ્રાંતિજઃ ઘનશ્યામ લાલજીની હવેલી ખાતે હિંડોળા દર્શન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઘનશ્યામ લાલજીની હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ ભારદવાનો આબેહુબ હિંડોળા બનાવવામાં આવ્યાં હતાં.જેમાં હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પ્રાંતિજ હનુમાન ચોક વિસ્તારમાં આવેલ ઘનશ્યામ લાલજીની હવેલીએ આ વર્ષે પણ મંદિર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવ્યા હતાં.જેમાં ફુલોનો હિંડોળો, ફળોનો હિંડોળો, સુકા મેવાનો હિંડોળો જેવા હિંડોળા બનાવવામાં આવ્યાં હતો તો દરવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રાવણ-ભાદરવાનો આબેહૂબ હિંડોળો બનાવ્યો હતો.જેમાં આબેહૂબ મ્યુઝિક સંગીત લાઇટો સાથે હિંડોળો આસોપાલવનાં પાન સાથે સજાવવામાં આવ્યો હતો.

વૈષ્ણવ સમાજનાં ભાઇ-બહેનોએ હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.તો મંદિર વ્યવસ્થાપકો તથા મહિલા મંડળ દ્વારા શ્રાવણ-ભાદરવાનો આબેહૂબ હિંડોળો બનાવવામાં આવ્યો હતો.તો મંદિરનાં સંકુલમાં ભજન કિર્તનનો કાર્યક્રમ પણ હરિભક્તો દ્વારા યોજાયો હતો.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી