પ્રાંતિજઃ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપમાં પ્રાંતિજની ટીમે ૧૨ મેડલ જીત્યા

અમદાવાદ ખાતે યોજાયેલ ઈન્ટર સ્કુલ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપમાં સાબરકાંઠાની પ્રાંતિજની ટીમ દ્વારા ૧૨ મેડલ જીત્યા હાંસલ કર્યા છે.

અમદાવાદ ચાંદખેડા ખાતે આવેલ સાકાર ઇગ્લીંશ સ્કુલ ખાતે તા.૧૮|૮|૨૦૧૯ને રવિવારના રોજ ઇન્ટર સ્કુલ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની કિસ્ટલ પબ્લિક સ્કૂલ ના દશ વિધાર્થીઓ , પ્રાંતિજ નાંલદા સ્કુલનો એક વિધાર્થી અને ચૈતન્ય સ્કુલનો એક વિધાર્થી એમ કુલ-૧૨ વિધાર્થીઓએ પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશનનાં નેજા હેઠળ હાર્દિક ભાઇ કોચ દ્વારા તાલીમ મેળવી હતી.

જેમાં અમદાવાદ ખાતે યોજાયેલ ઈન્ટર સ્કુલ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપમાં સાબરકાંઠાનાં પ્રાંતિજનાં વિધાર્થીઓ આરવ સોની, વિર પટેલ, હર્ષ રાઠોડ , વશીષ્ટ પટેલ , દેવ નાયક , પ્રિયાંશુ સોની, રાધે સુખડિયા, માન્ય પટેલ ફર્સ્ટ નંબર દેવર્ષ પટેલ, તિર્થ ચૌહાણ , રીઝા ભુરાવાલા , બુશરા છાલોટીયા બીજો નંબર મેળવ્યો હતો જેમાં ૨૦૦ વિધાર્થીઓ માંથી સાબરકાંઠા ના ભાગ લીધેલાં ૧૨ ખેલાડીઓનો ઉત્સુક દેખાવ કરી સેકન્ડ નંબર મેળવીને સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજનું ગૌરવ વધાયુ છે.

પ્રાંતિજ ખાતે આવેલ એકલવ્ય ફાઉન્ડેશન ખાતે પ્રાંતિજ નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ , નગરપાલિકા કોર્પોરેટર જગદીશભાઇ કિમતાણી , નગરપાલિકા વિરોધ પક્ષ ના નેતા દિપ્તીબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહીને વિજયબનેલ વિધાર્થીઓને સર્ટી ફીકેટ અને ટોફી એનાયત કરવામાં આવી હતી તો ઉપસ્થિત મહેમાનો તથા પ્રાંતિજ કિસ્ટલ પબ્લિક સ્કૂલનાં પ્રિન્સિપાલ દ્વારા વિધાર્થીઓને અને કોચ હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી તો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ વિધાર્થીઓને તથા કોચ હાર્દિક ભાઇ બ્રહ્મભટ્ટને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

(સંજય રાવલ – પ્રતિનિધિ પ્રાંતિજ)

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી