પ્રાંતિજઃ માર્ગ અકસ્માત રોકવા પોલીસની પ્રસંશનીય કામગીરી

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના વડવાસા પાસે નેશનલ હાઇવે ઓથોરિટીનાં પાપે છેલ્લા કેટલાય દિવસથી રોડ ઉપર પડેલ ખાડાને લઇને વાહન ચાલકો થાપ ખાઈ જતાં સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માતોમાં વધારો થયો છે તો કેટલાય લોકોનાં હાથ પગ ભાંગી ગયા છે.તો કેટલાક લોકોને પોતાના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાંતિજનાં વડવાસા પાસે છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતોનો સીલસીલો યથાવત છે ત્યારે અમદાવાદ તરફથી હિંમતનગર તરફ જતી કાર ચાલકે રોડ વચ્ચે પડેલ ખાડા પડતાં સ્ટેરીગ ઉપરથી ગુમાવતા કાર ડીવાઈડર કુદી રોંગ સાઈડમાં જઇ બાઇક સાથે ટકરાઈ હતી તો બાઇક ચાલક સહિત કાર મા સવાર બે એમ ત્રણ ના ધટના સ્થળે મોત નિપજ્યાં હતાં તો આજે વહેલી સવારે તે જ સ્થળે ફરી કાર પલ્ટી ખાઇ જઇ હતી તો કારમાં સવાર ચારનો આબાદ બચાવ થયો હતો તો પ્રાંતિજ પીઆઇ રાકેશભાઇ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ પીએસાઇ જોષી તથા પોલીસ ધટના સ્થળે આવી જેસીબી મશીન બોલાવી રોડ ઉપર પડેલ ખાડા તથા રોડની સાઇડમાં પડેલ ખાડા પુરાવામાં આવ્યાં હતાં.નેશનલ હાઇવે ઓથોરિટી અકસ્માતોનો સીલસીલો યથાવત છતાં અને હાલ તો તગડો ટોલ ટેક્ષ હોવાછતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે.

હાલ તો અકસ્માતોનાં સીલસીલાને લઇને પ્રાંતિજ પીઆઇ રાકેશભાઇ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ પીએસાઇ જોષી તથા પોલીસ સ્ટાફ આગળ આવ્યો હતો. જેસીબી મશીન બોલાવી અકસ્માત જોન વિસ્તારમાં રોડ વચ્ચે અને રોડની સાઇડમાં પડેલ ખાડા પુરાવવામા આવ્યાં હતાં.તો ત્યાંથી રોજીદુ અવરજવર કરતાં લોકો તથા પ્રાંતિજ ના લોકોએ પ્રાંતિજ પીઆઇ , પીએસાઇ તથા પોલીસની આ પ્રસંશનીય કામગીરીને બિરદાવવામા આવી હતી.

(સંજય રાવલ – પ્રતિનિધિ પ્રાંતિજ )

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી