પ્રાંતિજ: અંબાવાડા બસસ્ટેન્ડ પાસેથી ઝડપાયો વિદેશી દારૂ, કારમાં જ હતા ચોરખાના…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અંબાવાડા બસસ્ટેન્ડ પાસેથી રાત્રી ના સમયે સ્પેશીયો કાર મા લઇ જવાતો ઇગ્લીંશ દારૂ હિંમતનગર એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો તો એક ની અટકાયત કરી હતી તો એક ભાગી ગયો હતો.

પ્રાંતિજ તાલુકા ના અંબાવાડા બસસ્ટેન્ડ પાસેથી રાત્રી ના સમયે જિલ્લા એલસીબી વોચ દરમ્યાન કાર નંબર-GJ9M-૬૦૨૦ માં ચોર ખાના બનાવી લઇ જવાતો ઇગ્લીંશ દારૂ સાબરકાંઠા જિલ્લાના એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ.પરમાર દ્વારા કાર રોકી તપાસ કરતાં કાર માં બોનેટ ના પાછળના ભાગે તથા લાઈટો તથા કાર ની પતરાણી બોડીમાં ગુપ્ત ખાનું બનાવી કાર મા ઇગ્લીંશ બીયર ના ૩૩૨ જેની કિંમત- ૩૫ હજાર ૪૦ તથા કાર ની કિમત બે લાખ મળીને કુલ ૨ લાખ ૩૫ હજાર ૪૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

સાબરકાંઠા એલસીબી પોલીસે રાજુ ભાઇ ઉર્ફે રાજ કુમાર નરેશભાઇ નરે ની અટકાયત કરી હતી તો કાર અન્ય પીન્ટુ ઉર્ફે કાળભાઇ પરસોતમ રામ ચંદાણી રહે. પ્રાંતિજ કે પોલીસ જોતાજ ભાંગી ગયો હતો તો પ્રાંતિજ પોલીસ દ્વારા જે.એમ.પરમાર ની ફરીયાદ ના આધારે ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરવા મા આવી છે

( પ્રતિનિધિ – સંજય રાવલ પ્રાંતિજ )

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી