પ્રાંતિજઃ ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા જરૂરીયાત મંદોને અપાઇ કિટ

દાન આપવું એ સહેલું છે પણ ખરેખર જરૂરીયાત મંદો સુધી પહોંચાડવું એ વધારે અઘરૂં છે ત્યારે પ્રાંતિજ ખાતે ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી કોઇ ને મદદ કરવાનાં ઇરાદાથી દાન ઉઘરાવી જરૂરીયાત મંદોને પહોંચાડે છે.

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે છેલ્લાં પાંચ વર્ષથી ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા સાતમ-આઠમ ના તહેવારને પ્રાંતિજ સહિત તાલુકામાંથી દરેક સમાજ ના દાંતાશ્રીઓ પાંસેથી નાનીમોટી રકમ એકઠી કરી ખરેખર જરૂરીયાત મંદોની યાદી બનાવી નાનીભાગોળ બહુચર માતાનાં મંદિર ચોકમાં કાચું સીધાંની કિટ તૈયાર કરી જરૂરીયાત મંદોને દાંતા શ્રીઓના હસ્તે આપવામાં આવે છે દાંતા ઓનુ ફુલ હાર દ્વારા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવે છે.

આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાનાં પ્રમુખ ગીતાબેન પટેલ , નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ પંકજભાઇ મોદી , નગરપાલિકા કોર્પોરેટરો ગોવિદસિંહ , મુખ્ય દાંતા વિળાબેન સથવારા , વિનુભાઇ સથવારા સહિત દાંતાઓ ઉપસ્થિત રહીને જરૂરીયાત મંદો ને કાચું સીધાની કિટ પુરી પાડવામાં આવી હતી તો હમિરસિંહ , દિલીપભાઇ પ્રજાપતિ , રાકેશભાઇ પંડયા દ્વારા ખરેખર યોગ્ય લાભાર્થીઓને કાચું સીધાની કિટ મળે તેવું સુદર આયોજન કરવામાં આવ્યું હતું.

(સંજય રાવલ – પ્રતિનિધિ પ્રાંતિજ)

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી