September 25, 2020
September 25, 2020

પ્રાંતિજ પોલીસે બે દિવસમાં બે જગ્યાએ રેડ કરી 17 શંકુનીઓને ઝડપી પાડયા

જુગારીઓ પર પ્રાંતિજ પોલીસની ધોંસ, બે દરોડામાં 17 ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસેથી બે દિવસમાં 17 શંકુનીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયા હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપરથી મળતી માહિતી મુજબ પ્રાંતિજના મજરા ગામની સીમમાં આવેલ કેનાલ પાસે થી ગઇકાલે જાહેરમાં પૈસા પાના વડે તીન પતીનો હાર જીત નો જુગાર રમતા આઠ શંકુનીઓનેને ઝડપી પાડયા હતાં જેમાં અંગ જડતી માંથી 26080 તથા દાવની રકમ 680 તથા પતા સહિત કુલ- 26,720 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. તો પ્રાંતિજ પોલીસના હેડ કોન્સ્ટેબલ દેવજીભાઇ નરસિંહ ભાઇની ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસે (1) મુકેશભાઇ રણછોડજી ઠાકોર ઉ.વર્ષ-35 (2) કાનાજી અમરાજી ઠાકોર ઉ.વર્ષ-27 (3) પૃથ્વીસિંહ માસંગજી સોલંકી ઉ.વર્ષ-31 તમામે તમામ રહે. જાખોરા ઇન્દીરા નગર તા.જી.ગાંધીનગર (4)વિનોદજી મશાજી ઠાકોર ઉ.વર્ષ-29 રહે. જાખોરા છાપરાવાસ તા.જી.ગાંધીનગર (5) અશોકકુમાર નેપુજી ઠાકોર ઉ.વર્ષ.૨૬ રહે.તાજપુર પટેલ વાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા (6) સુરેશભાઈ જગાભાઇ ઠાકોર ઉ.વર્ષ-23 રહે.ધણપ અંજલિ હોટલની સામે બોર કુવા ઉપર તા.જી.ગાંધીનગર (7) રામજીભાઈ રાણાભાઇ ઠાકોર ઉ.વર્ષ-૩૨ રહે.જી.ઇ.બી પાવર હાઉસ ની સામે છાપરા માં તા.જી.ગાંધીનગર મુળ રહે. વાસણા ચોધરી તા.જી.ગાંધીનગર (8) પુનમભાઇ હેમજીભાઇ ઠાકોર ઉ.વર્ષ-૩૩ રહે.અનવરપુરા જીતુભાઈ મિસ્ત્રી ના કુવા ઉપર તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા મુળ.રહે. દુદોસણ તા.વાવ જી.બનાસકાંઠા તમામે તમામ સામે જુગાર કલમ ધારા ૧૨ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી હતી હતી.

તો આજે મજરા ગામની સીમમાં આવેલ ડેજારો ફેક્ટરી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નવ શંકુનીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયા હતાં જેમાં તેમણી પાસે થી અંગ જડતી માંથી 15.680 તથા દાવની રકમ 3070 તથા ગંજી પાના મળી કુલ- 18,750નો મુદ્દામાલ સાથે 9 લોકોની અટકાયત કરી હતી.

  • મહેશભાઇ લીલાભાઇ ચાવડા
  • દીનાજી બાબુજી ડાભી
  • બકાજી પ્રધાનજી ઠાકોર
  • કેશાભાઇ લાલાભાઇ ડાભી
  • શંકરભાઈ હીરાભાઇ ડાભી
  • નરસિંહ ભાઇ દાનાભાઇ ડાભી
  • અમરતભાઇ હીરાભાઇ ડાભી
  • રામસિંહ જગુભાઇ ઠાકોર
  • રામાભાઈ દયારામભાઇ ઠાકોર

હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંજય રાવલ

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર