PSI અને LRD ભરતી : ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ ટાઈમ પર પહોંચી જવા ઉમેદવારોને સૂચના..

મોડા આવનારા ઉમેદવારને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે

રાજ્યમાં LRD અને PSIની શારીરિક ભરતી આગામી 3 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. લાખો યુવાનો આ માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ ઉમેદવારોમાં ભરતીને લઈ ક્યાંય કચાસ ન રહી જાય તે માટે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ તેમને દરરોજ માહિતીગાર કરી રહ્યા છે.

ગ્રાઉન્ડ પર સમયસર પહોંચવાનું રહેશે

હસમુખ પટેલે જણાવ્યું કે, ઉમેદવારોને રિપોર્ટિંગ ટાઈમ પ્રમાણે મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. 6 વાગ્યાના રિપોર્ટિંગ ટાઈમવાળા ઉમેદવારને 7 વાગ્યાના ટાઈમવાળા ઉમેદવારથી પહેલાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ 7 વાગ્યાના ઉમેદવારોનો પ્રવેશ શરૂ થયા બાદ આવનારા છ વાગ્યાના ઉમેદવારને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે, જેથી ઉમેદવારોએ સવારે સમયસર ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.

આ મેદાનો પર લેવાશે પરીક્ષા

શારીરિક ભરતીમાં પુરુષ ઉમેદવારો માટે 12 અને મહિલા ઉમેદવારો માટે 3 ગ્રાઉન્ડ પર આ પરીક્ષા લેવામાં આવશે. ત્યારે ઉમેદવારોને દોડ માટેનો સમય વહેલી સવારે હોવાથી ઉમેદવાર આગલી રાત્રે જે-તે શહેરમાં પહોંચી જવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આગામી 3 ડિસેમ્બરથી શરૂ થનારી આ શારીરિક પરીક્ષા રાજ્યના વિવિધ શહેરોમાં 15 ગ્રાઉન્ડ પર યોજાવાની છે. અહીં પોલીસ દ્વારા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓને પણ આમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી