PSI-LRD ભરતીની શારીરિક કસોટીની તારીખો જાહેર

આ તારીખથી OJAS પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

ગુજરાતના યુવાનો પોલીસ ભરતીમાં ભવિષ્ય તૈયાર કરવા માટે દરરોજ વહેલી સવારથી શહેરના અનેક ગાર્ડનમાં તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે ખાખીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી ગયા છે. આખરે આજે મોડી સાંજે લોકરક્ષક દળ(LRD) અને PSIની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. તેમજ PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. જ્યારે કોલ લેટર 26 નવેમ્બરથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં. તેમ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની અને PSIની 1,382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. LRD ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે. LRDની ભરતીમાં 9.46 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરીને અરજી કન્ફર્મ કરાવી છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી