PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ, કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

22 એપ્રિલથી શરૂ થવાની હતી પ્રેક્ટીકલ પરીક્ષા, નવો કાર્યક્રમ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ દિન પ્રતિદિન વધારે વ્યાપક બની રહ્યો છે,ત્યારે રાજ્યના ૨૦ શહેરોમાં અમલી બનાવવામાં આવેલા નાઈટ કર્ફ્યું બાદ હવે રાજ્ય સરકારે આગામી દિવસોમાં લેવામાં આવનારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પ્રેક્ટીકલ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દિન પ્રતિદિન રાજ્યને કોરોના ભરડામાં લઇ રહ્યો છે ત્યારે કોરોના પર કાબુ મેળવવા માટે હાઈકોર્ટના સુચન બાદ રાજ્યના ૨૦ શહેરોમાં રાતે ૮ કલાકથી સવારના ૬ કલાક સુધી રાત્રી કર્ફ્યું અમલી બનાવવામાં આવ્યો છે તેના બીજા દિવસે રાજ્ય સરકારે હવે આગામી ૨૨ એપ્રિલથી શરુ થનારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પ્રેક્ટીકલ પરીક્ષા પણ મુલતવી રાખવનો નિર્ણય કર્યો છે.

સરકાર દ્વારા કરાયેલ જાહેરાત અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શારીરિક કસોટી એપ્રિલમાં લેવામાં આવનાર હતી પરંતુ કોરોનાના કારણે હાલ પ્રવર્તી રહેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને શારીરિક કસોટી મુલતવી રાખવામાં આવે છે.હવે પછીનો કાર્યક્રમ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

 50 ,  1