વડોદરા જળબંબાકાર: પૂરની સ્થિતિ વચ્ચે બાળકને બચાવવા ‘વસુદેવ’ બન્યા PSI

વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યાં છે. NDRFની ટીમો દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. તે દરમિયાન વડોદરામાં દોઢ માસના બાળકને ટબમાં માથે મુકી ધસમસતા જળ પ્રવાહમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

આ તસવીર હાલ ઘણી જ વાયરલ થઇ રહી છે. જેમાં અમદાવાદનાં રહેવાસી અને વડોદરાનાં પીએસઆઇ ગોવિંદ ચાવડાએ દોઢ માસની એક બાળકીને માથા પર મુકીને બચાવી હતી. ક્યાંક દર્દીને હોસ્પિટલમાં લઇ જવા માટે ખાટલાનો ઉપયોગ કરીને લોકો ખભા પર બેસાડીને લઇ જાય છે. તો ક્યાંક નવજાત બાળકોને માથે મુકીને લઇ જવા પડી રહ્યાં છે.

પીએસઆઈ ગોવિંદ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે રેસ્ક્યુ માટે પહોંચ્યા હતાં. એક નાનું દોઢ માસનું બાળક પણ હતું. હવે વૃધ્ધોને તો રેસ્ક્યુ તેડીને કરી શકીએ પણ બાળકને કેમ પકડવું તે સવાલ હતો. એટલે મેં ઘરમાં જઈને કોઈ વાસણ કે એવું હોય તો આપવા કહ્યું હતું. એ લોકોએ તગારાં જેવું ટબ હોવાનું કહ્યું હતું. મેં કહ્યું કે, ટબ ચાલશે આપો અને પછી બાળકના કપડા અને રૂમાલ તેમાં મુકીને બાળકને લઈને બહાર નીકળ્યો હતો.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી