ISROનું ઐતિહાસિક કદમ, શ્રીહરિકોટાથી PSLV C49નું સફળ લોન્ચિંગ

PSLV-C49 રોકેટથી રડાર ઇમેજિંગ સેટેલાઇટનું સફળ લોન્ચિંગ, 9 વિદેશી સેટેલાઇટ પણ મોકલાયા

ભારતીય ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ શ્રીહરિકોટાથી 10 સેટેલાઇટને એક સાથે લોન્ચ કરી છે. આ ઉપગ્રહોને લઈને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) બપોરે 3 કલાક અને 12 મિનિટ પર સતીષ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થયા. આ 10 ઉપગ્રહોમાંથી 9 કોમર્શિયલ સેટેલાઇટ છે. 

 ISROના અધ્યક્ષ ડો. કે સિવાને વૌજ્ઞાનિકોને કહ્યું કે દિવાળી પહેલાં જ તમે રોકેટ લોન્ચ કરી દીધું, હવે ઉજવણી શરૂ થશે. સિવાને કહ્યું કે સ્પેસ સાથે સબંધિત કાર્ય અમે વર્ક ફ્રોમ હોમ દ્વારા નથી કરી શકતા. અમારા દરેક એન્જિનિયર લેબમાં હાજર છે. જ્યારે અમે કોઈ મિશન વિશે વાત કરીએ ત્યારે દરેક ટેકનિશિયન, કર્મચારી એક સાથે કામ કરે છે.

મહત્વનું છે કે હવામાનની ખરાબીને કારણે  PSLV C 49 ના લોન્ચિંગમાં થોડી મિનિટોનો વિલંબ થયો હતો. PSLV C 49નું લોન્ચિંગ 3 કલાક અને બે મિનિટ પર નક્કી હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે 10 મિનિટ ટાળવું પડ્યું હતું.  PSLV C 49નું લોન્ચિંગ 3 કલાક અને 12 મિનિટે થયું હતું. 

ઇસરોએ કહ્યું કે, લોન્ચિંગ બાદ  EOS 01 ચોથા તબક્કામાં પીએસએલવીથી સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે અને પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. ત્યારબાદ 9 બીજી કસ્ટમર સેટેલાઇટ પણ પીએસએલ સી 49થી એક એક કરી સફળતાપૂર્વક અલગ થઈ ગઈ અને પોતાની નિર્ધારિત કક્ષાઓમાં સ્થાપિત થઈ ગઈ.

EOS01ની ખાસિયત

EOS0a રડાર ઇમેજિંગ સેટેલાઈટછે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ અને રાત અને બધી ઋતુઓમાં ફોટા લેવામાં સમર્થ છે. તેના દ્વારા આકાશથી દેશની સરહદો પર નજર રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત, એગ્રીકલ્ચર- ફોરેસ્ટ્રી, માટીમાં ભેજને શોધવું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મદદ કરશે.

શનિવારના લોન્ચિંગ સાથે ISROનો વિદેશી સેટેલાઇટ મોકલવાનો આંકડો 328 પર પહોંચી ગયો છે. ઇસરોનું આ 51મું મિશન હતું. ઇસરો તેની વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ટ્વિટર પેજ પર પણ LIVE ટેલિકાસ્ટપણ કર્યું હતું.

વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર એસ સોમનાથે કહ્યું હતું કે PSLV-C49 પછી ડિસેમ્બરમાં PSLV-C50 લોન્ચ કરવાની યોજના છે. એક લોન્ચ પછી બીજા માટેની તૈયારીમાં લગભગ 30 દિવસનો સમય લાગે છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર