ઘૃણાસ્પદઃ સાયકો રેપિસ્ટે બે બાળકીઓની હત્યા કરી દુષ્કર્મ આચર્યું

પાટનગરમાં એક દિલ દહેલાવી દેનારી ઘટના, સાયકો રેપિસ્ટની ધરપકડ 

રાજ્યના પાટનગરમાં એક દિલ દહેલાવી દેનારી ઘટના સામે આવી છે. એક સાયકો યુવકે 3 વર્ષિય દીકરીનું અપહરણ કરી હત્યા કરી દુષ્કર્મ આચર્યાની ઘૃણાસ્પદ ઘટના બની છે. આ ઘટનાને પગલે પોલીસે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ બનાવી ગણતરીના કલાકોમાં સાયકો રેપિસ્ટની ધરપકડ કરી છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ દાહોદનો એક શ્રમજીવી પરિવાર મજૂરી અર્થે ખાત્રજ આવ્યો હતો. હાલમાં દિવાળીનો પર્વ હોવાથી રજાનો માહોલ છે. ત્યારે 5 નવેમ્બરના નવા વર્ષના દિવસે આ પરિવાર જ્યારે સૂતો હતો તે સમયે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં દીકરીના માતા જાગી ત્યારે તેને જાણવા મળ્યું કે દીકરી ત્યાંથી ગુમ છે.

પરિવારજનો અને ગામના લોકો દ્વારા આસપાસ તમામ જગ્યાએ શોધવા છતા દીકરીની કોઈ ભાળ મળી નહીં. આખરે આ મામલે ખાત્રજ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, બાળકીનો મૃતદેહ સાંતેજ ચોકડી પાસેથી અવાવરૂ જગ્યામાંથી મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહનું પોસ્ટમોટર્મ કરાતા આરોપી વિજય ઠાકોરે બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ બાળકીનું અપહરણ કરી ગળુ દબાવી હત્યા કરી દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું છે.

આ સિવાય પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ જ આરોપી વિજય ઠાકોરે 4 નવેમ્બરના રોજ 6 વર્ષિય બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો બહાર આવી રહી છે. પોલીસ હાલ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે પરંતુ આરોપીએ આવી વધુ ઘટનાઓને અંજામ આપ્યો હોવાની શંકાની દિશામાં તપાસ ચાલુ છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી