ભારતના પાડોશી દેશ નેપાળમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા

જાણો અત્યાર સુધી કેટલી કરી કથાઓ, નવરાત્રિથી શરૂ

પૂજ્ય મોરાબી બાપુનું નામ પડે એટલે તેમનું નામ આપોઆપ રામકથા સાથે જોડાઇ જાય છે. મોરાબી બાપુની કથાઓનું આયોજન ખૂબ મોટા પાયે થતું રહેતું હોય છે. દેશ તેમજ વિદેશમાં મોરારી બાપુની કથાઓમા હજારોની સંખ્યામાં શ્રોતા ઉમટી પડે છે. આગામી સમયમાં મોરારી બાપુની કથાનું આયોજન નેપાળમાં કરવામાં આવી રહ્યું છે.

મોરાબી બાપુએ અત્યાર સુધીમાં 865 રામ કથાઓનું આયોજન કર્યું છે. હવે 866મી રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરારી બાપુનું પુરૂ નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી છે. મોરારી બાપુએ પ્રથમ વખતે 14 વર્ષની ઉંમરે રામકથા કહી હતી. ગુજરાતના ઘનફૂલિયા ગામે પ્રથમ વખત મોરારી બાપુની કથાનું આયોજન કરાયું હતું. 14 વર્ષની ઉંમર તેમણે 9 દિવસ સુધી રામચરિત્ર માનસની કથા સંભળાવી હતી. વિદેશની વાત કરીએ તો પ્રથમ વખત 1976માં નૈરોબીમાં તેમની કથાનું આયોજન કરાયું હતુ. ત્યારબાદ વિશ્વના મોટા દેશોમાં પણ તેમની કથાઓનું આયોજન કરાયું છે.

નવરાત્રીના તહેવારોમાં મોરારી બાપુની 866મી રામકથાનું આયોજન ભારતના પાડોશી દેશ નેપાળમાં કરવામાં આવશે. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન રામકથા નેપાળમાં યોજાશે. નેપાળ સીતા મૈયાનું પિયર પક્ષનું રાજ્ય છે. જેથી આ વખતે નવરાત્રી અને વિજયાદશમીના તહેવારોમાં નેપાળમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તપ, સાધના અને પ્રાર્થનાના પર્વ નવરાત્રી અને વિજયાદશમીના શુભ દિવસોમાં નેપાળમાં શ્રી ભગવાન મુક્તિનાથ નારાયણના સ્વરૂપ આદિ શાલિગ્રામ સ્વરૂપના પાવન તીર્થ મુક્તિનાથની મોક્ષધરામાં યોજાશે.

મહત્વનું છે કે, મુક્તિનાથ ધામ હિન્દુઓના મહત્વપૂર્ણ મંદિરો પૈકીનું એક છે. મુક્તિનાથ ધામ નેપાળના મસ્તાંગ જિલ્લાના થોરાંગ લા પહાડોની વચ્ચે આવેલું છે. કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ગાઇડલાઇનના પાલનને લઇ કોઇ પણ શ્રોતા વિના મોરારીબાપુની કથાનું આયોજન કરાશે. 7 ઓક્ટોબરે 4 થી 6 અને 8 થી 15 ઓક્ટોબર દરમિયાન સવારે 10.00 થી બપોરે 1.30 સુધી કથા યોજાશે. આ કથાનું ઓનલાઇન અને આસ્થા ચેનલ પર પ્રસારણ કરાશે. તલગાજરડા યુટ્બુલ ચેનલ પર કથાનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી