ગુરૂવારના દિવસે કરો વિષ્ણુની આરાધના, દરેક ઈચ્છા થશે પુરી

આપણા હિંદુ ધર્મમાં દરેક દિવસનું એક ખાસ મહત્વ હોય છે. અઠવાડિયાના 7 દિવસ અલગ અલગ દેવાથી સંબધિત હોય છે. જેમ સોમવારના દિવસે ભોળાનાથની પૂજા, મંગળવારના દિવસે હનુમાનજી એમ બૃહસ્પતિવારના દિવસે વિષ્ણુજીની પૂજા હોય છે. આ દિવસનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

ગુરૂવારનો દિવસ શ્રી હરિ વિષ્ણુજીની પૂજાનુ વિધાન છે. અનેક લોકો બૃહસ્પતિદેવ અને કેળાના ઝાડની પૂજા પણ કરે છે. બૃહસ્પતિદેવને બુદ્ધિનુ કારક માનવામાં આવે છે. કેળાના ઝાડને હિન્દુ ધર્મ મુજબ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અગ્નિ પુરાણ મુજબ ગુરૂવારનુ વ્રત અનુરાશા નક્ષત્ર યુક્ત ગુરૂવારથી શરૂ થઈને સતત 7 ગુરૂવાર સુધી કરવુ જોઈએ. દર ગુરૂવારે 7 વાર ૐ બૃં બૃહસ્પતે નમ: નો જાપ કરવુ જોઈએ. પૂજા પછી કથા સાંભળવી જોઈએ.

આ દિવસે પીળા વસ્ત્રો, પીળા ફળનો પ્રયોગ કરવો જોઈએ. માન્યતામુજબ આ દિવસે એક વાર ફરી મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ. ભોજનમાં ચણાની દાળનો પણ પ્રયોગ કરી શકાય છે. ગુરૂવારનુ વ્રત પુર્ણ શ્રદ્ધાભાવથી કરતા વ્યક્તિનો ગુરૂ ગ્રહનો દોષ ખતમ થઈ જાય છે અને ગુરૂ કૃપા પ્રાપ્ત થાય છે.

આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધા સુખોની પ્રાપ્તિ થય છે. વ્રત કરનારા જાતકે આ ધ્યાન રાખવુ જોઈએ કે આ દિવસે વાળ ન કપાવશો કે ન તો દાઢી બનાવશો.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી