24 કલાકમાં બીજી અથડામણ, હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
સુરક્ષાબળો અને આતંકવાદીઓની વચ્ચે શનિવાર મોડી રાત્રે પુલવામાના જદુરા વિસ્તારમાં અથડામણ સર્જાઇ હતી. જેમાં સેનાએ 3 આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના મતે એન્કાઉન્ટરવાળી જગ્યાએથી આપત્તિજનક સામાન અને હથિયાર મળી આવ્યા છે.
અથડામણમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. આંતકીઓની ઓળખ થઈ શકી નથી. તો બીજી તરફ આ વિસ્તારમાં હાલ એક આતંકી સંતાયો હોવાની આશંકા છે. જેને લઇ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા શુક્રવાર બપોરે સુરક્ષાદળોએ શોપિયાંના કિલૂરા વિસ્તારમાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા, જ્યારે એકની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આંતકી પાસેથી મળેલા ઈનપુટના આધારે જ શુક્રવારે મોડી રાતે જદૂરામાં આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાદળોના પહોંચતાની સાથે જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકી માર્યા ગયા છે.
56 , 1