September 24, 2020
September 24, 2020

પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોના મોત, CM અમરિંદર સિંહે આપ્યા તપાસના આદેશ

 ઝેરી દારૂ પીવાને કારણે અત્યાર સુધી 24 લોકોનાં મોત, તપાસ માટે SITની રચના

પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારણમાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોના મોત થયા છે. આ મામલાને ગંભીરતાથી લઇ CM કેપ્ટન અમરિંદર સિંહે તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ પોલીસે ઝેરી દારૂ બનાવનારા કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ તારસિક પોલીસ સ્ટેશનના એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલે SITની રચના કરવામાં આવી છે, જે આખા મામલાની તપાસ કરશે. કેસની માહિતી આપતાં ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રથમ પાંચ મૃત્યુ 29 જૂનની રાત્રે અમૃતસરના ગ્રામિણ વિસ્તારના તાર્સિકા પોલીસ સ્ટેશનમાં મુછલ અને તાંગરામાં થયા હતા.

30 જુલાઈની સાંજે મુછાલમાં વધુ બે લોકો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી મુછલ ગામમાંથી વધુ બે મોત થયા હતા. જ્યારે બતાલા શહેરમાં બે મોત નીપજ્યાં હતાં. આજે ફરી બટાલામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. એટલે કે, બટાલામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત આજે તરણતારણમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. તપાસ જલંધરના વિભાગીય કમિશનરને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ વિભાગીય કમિશનરને તમામ છૂટછાટ આપી છે કે તેઓ કોઈપણ પોલીસ અધિકારી અથવા નિષ્ણાતની તપાસમાં મદદ લઈ શકે છે. સીએમ અમરિન્દર સિંહે કહ્યું હતું કે તપાસમાં દોષી સાબિત થનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર