September 20, 2021
September 20, 2021

પંજાબના CM ‘કેપ્ટન’ આજે PM મોદી સાથે કરી શકે મુલાકાત..

કૃષિ કાયદાને નાબૂદ કરવા મુદ્દે ચર્ચા થવાની સંભાવના

પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે દિલ્હી પહોંચેલા મુખ્યમંત્રી અમરિંદર સિંહ આજે PM મોદી સાથે મુલાકાત કરી શકે છે. નોંધનિય છે કે પંજાબમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની રાજકીટ બેટિંગ ‘કેપ્ટન’ને પસંદ આવી રહી નથી. તેને લઈને અમરિંદર સિંહ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચુક્યા છે. ત્યાં તેમને હદમાં રહીને કામ કરવાની ચેતવણી પણ મળી ચુકી છે. તેવામાં પ્રધાનમંત્રી સાથે કેપ્ટનની સંભવિત મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.

તો બીજી તરફ અમરિંદર સિંહે મંગળવારે અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓએ પંજાબ અને અન્ય રાજ્યોમાં ખેડૂતોમાં ભારે અસંતોષ પેદા કર્યો છે, તેથી આ કાયદાઓને રદ કરવાની માંગ કરી હતી.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે પંજાબ સમર્થિત આતંકી તાકાત બચાવ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 25 કંપનીઓ તથા બીએસએફ માટે ડ્રોનરોધી ઉપકરણોની માંગ કરી હતી. તેમણે હિન્દુ મંદિરો, મુખ્ય કિસાન નેતાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયો, આરએસએસ-ભાજપના નેતાઓને નિશાન બનાવવાની આશંકાનો પણ હવાલો આપ્યો હતો. 

 12 ,  1