પંજાબ : બોરવેલમાં પડેલા ફતેહવીરનું મોત

૬ જુનના રોજ પંજાબના સંગરૂર જિલ્લાના ભગવાનપુર ગામમાં રમતાં રમતાં 145 ફુટ ઊંડા બોરવેલમાં 2 વર્ષનું બાળક પડ્યું હતું. છેલ્લા 110 કલાકથી સરકારી તંત્ર અને સેનાની ટીમ બાળકને બચવાવા કામે લાગી હતી. ભારે જહેમત બાદ ૧૧ જુનના રોજ સવારે બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, બહાર આવ્યાના થોડા સમયમાં જ ફતેહવીરે દમ તોડી દીધો હતો. બોરવેલથી બહાર કાઢ્યા પછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સરકારી તંત્રની સાથે , વોલિયેન્ટર, NDRF અને આર્મીના 119 એન્જિનિયરોની ટીમ કામે લાગી હતી. અહિં બોરવેલની એકદમ નજીક 41 ઈંચ પહોંળી ટનલ ખોદી હતી. ટનલ બનાવતી વખતે મશીનો કામ ન કરતાં હાથેથી ખોદવાનો વારો આવ્યો હતો. ટનલ અને બાળક જેમાં ફસાયું હતું તે બન્ને વિરૂદ્ધ દિશામાં જતાં રેસ્ક્યું ઓપરેશન વધુ ચાલ્યું હતું. તેમજ ઓપરેશન દરમિયાન ફતેહવીર સુધી ઓક્સિજન પહોંચી ગયો હતો પણ ખોરાક અને પાણી પહોંચાડી ન શક્યા.

કલેક્ટર ઘનશ્યામ થોરીએ કહ્યું કે સૌથી નીચે નાંખેલા લોખંડના પાઈપમાં મોટું કાણું પાડી સુરંગ ખોદવાની શરૂઆત કરી હતી. પરંતુ ખોદકામ થતાંની સાથે રેતી અને માટીથી સુરંગ બુરાઈ જતી હતી ,જેથી 5 દિવસ જેટલો લાંબો સમય નીકળી ગયો.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી