IPL: પંજાબે હાથમાં આવેલી મેચ ગુમાવી

કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં માત્ર 1 રન આપી બાજી પલટી

પંજાબ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2021ની 32 મી મેચ રમાઇ હતી જેમાં રાજસ્થાન રોયલ્સે છેલ્લી ઓલવરમાં દિલધડક વિજય પ્રાપ્ત કર્યો છે. દુબઇમાં રમાયેલી મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે રાજસ્થાનની ટીમ 185 રને ઓલઆઉટ થઇ હતી. અર્શદિપ સિંહે શાનદાર 5 વિકેટ ઝડપી હતી. જવાબમાં પંજાબે 20 ઓવરના અંતે 183 રન 4 વિકેટ કર્યા હતા. આમ 2 રને રાજસ્થાનનો વિજય થયો હતો.

અંતમાં રોમાંચક બનેલી મેચમાં હાથમાં રહેલી બાજી પંજાબની ટીમે અંતિમ ઓવરમાં ગુમાવી હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે જબરદસ્ત રમત રમી હતી. બંને એ રાજસ્થાનના પડકારને પહોંચવા માટે જબરદસ્ત શરુઆત ટીમને આપી હતી. 120 રનની ભાગીદારી રમત બંનેએ રમીને ટાર્ગેટ સુધી પહોંચવાનો પાયો નાંખ્યો હતો. કેપ્ટન રાહુલે 33 બોલમાં 49 રનની ઇનીંગ રમી હતી. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. મયંક અગ્રવાલે 43 બોલનો સામનો કરીને 67 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા.

માર્કરમ અને પૂરને જીત માટે ટીમનુ બાકીનુ કામ પોતાના બેટથી પુરુ કર્યુ હતુ. બંને એ અર્ધશતકીય પાર્ટનીશિપ કરી હતી. જોકે અંતિમ ઓવરમાં નિકોલસ પૂરન વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 22 બોલમાં 32 રન કર્યા હતા. એડન માર્કરમ 22 બોલમાં 32 રન કરીને અણનમ રહ્યો હતો. અંતિમ ઓવરમાં 4 રનની જરુર હતી. પરંતુ પૂરન અને બાદમાં દિપક હુડ્ડાની વિકેટે પંજાબની ખુશીઓને નિરાશામાં પલ્ટી દેતા 2 રને હારનો સહન કરવી પડી હતી.

 78 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી