હવે PNB લાવી એક નવી સુવિધા, એકાઉન્ટ વગર બનાવો તમારું ATM કાર્ડ

પંજાબ નેશનલ બેંક હવે એક નવી સુવિધા શરુ કરી રહી છે, જેના હેઠળ તમે બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના જ ATM કાર્ડ બનાવી શકો છો. આ સરકારી બેંકમાં તમે તમારું એકાઉન્ટ ખોલ્યા વગર તમારું ATM કાર્ડ બનાવી શકો છો. આ નવી સુવિધાનું નામ છે ‘PNB Suvidha Card’.

તમારે આ માટે પ્રિપેઇડ કાર્ડને રિચાર્જ કરાવવું પડશે. તમે જેટલાનું રિચાર્જ કરાવવા માંગતા હો તેટલાનું રિચાર્જ કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે PNB નું સુવિધા કાર્ડ એક પ્રકારનું ATM છે, પરંતુ તેના માટે તમારે પહેલાથી રિચાર્જ કરાવવું પડશે. તમારી ઇચ્છા પ્રમાણે રીચાર્જ કરાવી શકાય છે.

આ માટે તમારે ઓછામાં ઓછા 500 રૂપિયાથી લઈને મહત્તમ 50,000 રૂપિયા સુધીનુ રિચાર્જ કરાવી શકો છો. આ કાર્ડની માન્યતા 3 વર્ષની હશે. તમારે આ પ્રિપેઇડ કાર્ડ બનાવવા માટે PNB માં એકાઉન્ટ રાખવાની જરૂર નથી, પરંતુ તમારે KYC કરાવવું પડશે. KYC પછી બેંક જરૂરી પેપરવર્ક કર્યા પછી તમને સુવિધા કાર્ડ આપશે.

તમે આ સુવિધા કાર્ડનો ATM કાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો. તમે તેને ખરીદી માટે ઉપયોગ કરી શકો છો. તમે સુવિધા પ્રી-પેઇડ કાર્ડને સ્વેપ મશીનમાં સ્વેપ કરીને ખરીદી કરી શકો છો. તેનો ઉપયોગ ઑનલાઇન શોપિંગમાં થશે.

 61 ,  3