પંજાબ ડ્રગ્સ કેસ મામલે દિગ્ગજ અકાલી નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ

પૂર્વ મંત્રી સામે ડ્રગ્સ કેસમાં FIR, સિદ્ધુ પર બદલો લેવાનો આરોપ

પંજાબ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરતા કોંગ્રેસ સરકારે મધરાતે અકાલી દળના દિગ્ગજ નેતા બિક્રમ સિંહ મજિઠિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ મોહાલીમાં બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (BOI)ના પોલીસ મથકમાં દાખલ કરાયો છે. મજિઠિયા વિરુદ્ધ ડ્રગ્સ કેસને લઈને સતત આરોપ લાગી રહ્યા હતા. મજિઠિયા વિરુદ્ધ કેસ દાખલ  થયા બાદ પ્રદેશના રાજકારણમાં નવો ધમાકો જોવા મળી રહ્યો છે. જેની ગૂંજ દૂર દૂર સુધી સંભળાઈ રહી છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી અગાઉ તેને ચન્ની સરકારની એક મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે. 

અત્રે જણાવવાનું કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ દાવો કરતા હતા કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના રિપોર્ટમાં મજિઠિયાનું નામ છે. સિદ્ધુ સતત મજિઠિયા પર કાર્યવાહીની વાત કરતા હતા. આ કારણે ચાર દિવસ પહેલા જ ઈકબાલપ્રીતસહોતાને હટાવીને પંજાબ સરકારે સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને કાર્યકારી ડીજીપી નિયુક્ત કર્યા હતા. 

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી