પંજાબનું કોકડું હજુ વણઉકેલ્યુ, રાજસ્થાનમાં શરૂ

અસંતોષને ઠારવા મંત્રીમંડળોમાં ફેરફારની શક્યતા

કોંગ્રેસ શાસિત રાજ્ય પંજાબ બાદ હવે રાજસ્થાનના રાજકારણમાં ફરી એક વખત મોટી હલચલ જોવા મળી રહી છે. ગેહલોત સરકારના ત્રણ મંત્રીઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપવાની ઓફર કરી છે અને કોંગ્રેસ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દિવાળી પહેલા કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ફેરબદલની તૈયારી કરી રહી હતી, પરંતુ બાદમાં નિર્ણય લેવામાં આવ્યો કે તેમાં સંપૂર્ણપણે ફેરફાર કરવામાં આવશે. આની સાથે ત્રણ મંત્રીઓના રાજીનામાને જોડવામાં આવી રહ્યા છે.

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકને જણાવ્યું કે રઘુ શર્મા, હરીશ ચૌધરી અને ગોવિંદ સિંહ ડોટાસરા મંત્રી પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસ સંગઠનમાં કામ કરવા માંગે છે. આ માટે ત્રણેય મંત્રીઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ જૂથ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથ વચ્ચે ઝઘડાના સમાચાર છે. ઘણા દિવસોથી પાર્ટીના અધિકારીઓ સરકાર અને સંગઠન વચ્ચે સંતુલન જાળવવાની વાત કરી રહ્યા છે. પાર્ટીના કેટલાક નેતાઓ કહે છે કે તમામ જૂથોને ધ્યાનમાં લેવા જોઈએ. જેથી વિસ્તરણ પહેલા રાજીનામા આપી દીધા છે કે લેવાયા છે તે મોટો સવાલ છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી