ત્રીજી લહેરને રોકવા ચૂંટણી રેલીઓ પર રોક લગાવો, યુપીમાં ચૂંટણી થશે રદ્દ

અલ્હાબાદ હાઈકોર્ટની PM મોદી અને ચૂંટણી પંચને અપીલ

ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત દેશના પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે પણ રાજ્યોને મોટા આયોજનો પર રોક લગાવવા તેમજ નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લાદવા સલાહ આપી છે. બીજી બીજુ અલ્હાબાદ હાઈકોર્ટે મોદી સરકારને ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ભીડ એકઠી કરીને થતી ચૂંટણી રેલીઓ પર રોક લગાવે.

હાઈકોર્ટે કહ્યું કે, રાજકીય પક્ષોને કહેવામાં આવે કે તેઓ ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રોના માધ્યમથી કરે. પ્રધાનમંત્રીને અપીલ કરતા કોર્ટના જજે કહ્યું કે, તેઓ પાર્ટીઓની ચૂંટણી સભાઓ અને રેલીઓને રોકવા માટે કડક પગલા ભરે. પ્રધાનમંત્રી ચૂંટણી ટાળવા પર પણ વિચાર કરે, કારણ કે જાન હે તો જહાન હે.

જણાવી દઇએ કે બંગાળ ચૂંટણી દરમિયાન કોરોનાના વધતા કેસને જોતા રાહુલ ગાંધીએ પોતાની રેલીઓ રદ્દ કરી દીધી હતી. તેમણે બીજા નેતાઓને પોતાની રેલીઓ અને જનસભાને રદ્દ કરવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બીજા નેતા પણ આ રેલીઓના પરિણામ અંગે વિચારે.

ઉત્તરપ્રદેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધવા લાગી છે. ઉચ્ચ મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે ગુરૂવારે જણાવ્યું કે, પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1.91 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. તેમાંથી 31 નવા કેસ સામે આવ્યા છે અને 12 લોકો સાજા થયા છે.

 114 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી