ચાર દેશો હજુ યુએસના ચૂંટણી પરિણામો સ્વીકારવા તૈયાર નથી…!!

જિનપિંગ, પુતિન, બોલ્સોનોરો અને અર્દોઆને બાઇડનને જીત બદલ અભિનંદન પાઠવ્યાં નહીં

ડેમોક્રેટ પાર્ટીના જો બાઇડન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. નરેન્દ્ર મોદી સહિત વિશ્વના તમામ મોટા નેતાઓએ તેમને જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે, પરંતુ ચાર દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ હજી સુધી બાઇડનને જીત બદલ અભિનંદન આપ્યાં નથી. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તેણે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના નેતાને તેમણે શા માટે અભિનંદન નથી પાઠવ્યાં? શું કારણ હોઇ શકે છે? કોઇ કૂટનીતિ છે કે કંઈક બીજું.છે.

જે ચાર દેશના રાષ્ટ્રપતિઓએ હજી સુધી બાઈડનને શુભકામના કે અભિનંદન પાઠવ્યાં નથી. તેમના નામ આ પ્રકારે છે- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેઅર બોલ્સોનારો અને તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆન.

2016માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી ત્યારે માત્ર 2 કલાકમાં વ્લાદિમીર પુતિન દ્વારા તેમને અભિનંદન પાઠવવામા આવ્યાં હતાં. જોકે આ વખતે જ્યારે બાઈડન જીત્યા ત્યારે પુતિને તેમને અભિનંદન પાઠવ્યાં નથી. ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું- અમે સત્તાવાર પરિણામોની રાહ જોઈશું. દરમિયાન પુતિન પર આરોપ લાગી રહ્યા હતા કે તેઓ તેમને મદદ કરી રહ્યા છે. જ્યારે, બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર માત્ર ગંભીર મતભેદો જ નહીં, પણ સંઘર્ષની પરિસ્થિતિઓ પણ છે. ટ્રમ્પે ઘણી વાર રશિયા અને પુતિનનાં વખાણ પણ કર્યાં છે. ડેમોક્રેટ્સની નીતિઓ હંમેશાં રશિયાની વિરુદ્ધ કડક, જ્યારે ચીન સામે નરમ રહી છે. ઓબામા રશિયાને પડકાર માનતા હતા.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2016માં ટ્રમ્પને તરત જ અભિનંદન આપ્યાં હતાં. બાઈડનના કિસ્સામાં આવું ન કર્યું. ટ્રમ્પે પહેલા દિવસથી ચીન સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતુ. ટ્રેડવોર પર તેમણે પીછે હટ ન કરી. સાઇબર સિક્યોરિટીના મામલામાં તેમણે ચીન પર પણ આરોપો લગાવ્યા હતા. ટ્રમ્પના કારણે ચીની કંપનીઓને દુનિયાના ઘણા દેશોમાં 5જી નેટવર્કના કોન્ટ્રોક્ટ મળ્યા ન હતા. કોરોના વાઇરસ આવ્યો ત્યારે ત્યાં એક પ્રકારની કૂટનીતિક અને સૈન્ય ટકરાવની સ્થિતિ સર્જાઈ ગઈ.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર