કુંવરજીભાઈને પડતા મુકતા વિછિયા બંધ..!

નો રિપીટની થિયરીને તમામ લોકોએ સ્વીકારવી જોઈ – બાવળીયા

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળને લઈને જે-જે ધારાસભ્યોને મંત્રીપદ આપવાના છે તેઓને ફોન કરી દેવામાં આવ્યાં છે. પરંતુ નવી સરકારના નવા મંત્રીમંડળની ટીમમાં કુંવરજી બાવળિયાની બાદબાકી કરાતા તેમના સમર્થનમાં વિંછીયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેમના હોમગ્રાઉન્ડ વિંછીયામાં આજે બંધ પાળવામાં આવ્યો હતો. વિંછીયાના સ્થાનિકો કુંવરજી બાવળિયાના સમર્થનમાં આવ્યાં હતાં અને વિવિધ વિસ્તારમાં બંધ પાળવામાં આવે તેવો પ્રયાસ કરાયો હતો. પરંતુ ત્યારબાદ એકાએક રાજકોટ પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું એક નિવેદન સામે આવ્યું છે.

આ અંગે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, નો રિપીટની થિયરીને તમામ લોકોએ સ્વીકારવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય પ્રધાનોએ જે નિર્ણય કર્યો છે. તે મને શિરોમાન્ય છે. અને મારી સૌ ને અપીલ છે કે કોઈએ આ નિણર્યનો વિરોધ કરવો નહિ. સમાજના આગેવાનો પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય ખોટા પ્રપંચ કે ખોટા દેખાવો ન કરો. આપણે ફરીથી આપણા વિસ્તારમાં કામે લાગી જઈએ અને ‘નો રિપીટ થિયરી’ને આપણે સૌ આવકારીએ તેવી મારી અપીલ છે.

બીજી બાજુ કુંવરજી બાળવિયાને નવી મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં આજે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કુંવરજી બાવળિયાના સમર્થનમાં બંધનું એલાન જાહેર કરાયું છે. વીંછીયામાં ટોળું દુકાનો બંધ કરાવવા નીકળ્યું હોવાના સમાચાર છે. કુંવરજીને મંત્રીપદેથી હટાવતા વીંછીયા બંધનું એલાન આપ્યું છે. બીજી બાજુ વેપારી એસોસિએશન દ્વારા બંધને સમર્થન પણ અપાયું છે. કુંવરજી બાવળિયાને સરકારમાં મંત્રી પદે ચાલુ રાખવાની માંગ ઉઠી છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી