પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની…

ભારતની સ્ટાર શટલર પી.વી સિંધુ રવિવારનાં સ્વિટ્ઝર્લેન્ડમાં બીડબલ્યૂએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019નાં ફાઇનલમાં નોજોમી ઓકુહારાને માત આપીને ઇતિહાસ રચી દીધો છે. BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019નાં ફાઇનલમાં સિંધુએ જીત હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે. આ પહેલા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારત માટે મહિલા અને પુરૂષ વર્ગોમાં અત્યાર સુધી કોઇએ ગોલ્ડ મેડલ જીત્યો નથી.

પી.વી સિંધુએ રવિવારનાં રોજ ફાઇનલમાં દુનિયાની ચોથા નંબરની ખેલાડી જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને ચેમ્પિયનશીપમાં પ્રથમ વાર ગોલ્ડ મેડલ જીત્યો. વર્લ્ડ રેંકિંગમાં પાંચમાં સ્થાને કાબિજ સિંધુએ ઓકુહારાને સીધી ગેમમાં 21-7, 21-7થી પરાજિત કર્યા. આ મુકાબલો 37 મિનીટ સુધી ચાલ્યો હતો. જેમાં પ્રથમ ગેમ 16 મિનીટ અને બીજી ગેમ 20 મિનીટ સુધી ચાલી હતી. આ જીત સાથે જ સિંધુએ ઓકુહારા વિરૂદ્ધ પોતાનો કેરિયર રેકોર્ડ 9-7નો કરી લીધો છે. ત્યારે મહત્વનું છે કે સિંધુની આ જીતને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતનાં દિગ્ગજ નેતાઓએ તેમણે શુભકામના પાઠવી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી