ખેડાના ફાગવેલ ગ્રામ પંચાયતના ધાબા પરથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો

પોલીસે 1152 જેટલી બોટલો સાથે બેને ઝડપી પાડ્યા, એક ફરાર

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળી છે ત્યારે ખેડાના ફાગવેલ ગ્રામ પંચાયતની છત પરથી વિદેશી દારૂની 1152 જેટલી બોટલો મળી આવતા રાજ્યમાં દારૂ બંધીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે અચાનક દરોડા પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સહિત બે આરોપીઓને ઝડપાયા હતા જેમાં એક આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે અચાનક ગ્રામ પંચાયત પર દરોડા પાડ્યા હતા જેમાં છત પરથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂ અન્ય કોઈ જગ્યાએથી લાવીને છત પર છુપાવાયો હતો. દરોડા દરમિયાન વિજિલન્સ ટીમે બે આરોપીઓને ઝડપાયા હતા જેમાં એક આરોપી ફરાર થઈ ગયો હતો. મહત્વનું છે કે અસ્થાના ધામ એવા ભાથીજી મહારાજના મંદિરે દર્શન માટે હજારો લોકો આવતા હોય છે તેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો પણ આવતા હોય છે એવામાં યુવાનોને દારૂના રવાડે ચડેલા લોકોને વિદેશી દારૂ પુરો પાડવાનું મોટું કૌભાંડ બહાર આવતા ગુજરાત સ્ટેટ વિજિલન્સિ ટીમ પણ હચમચી ઉઠી હતી. હાલ તો આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો આટલી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો કોને કોને સપ્લાય કરવામાં આવ્યો તે મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી