‘મને ખબર નથી…’ ઈન્જેક્શન અંગે રૂપાણીનો ટૂંકોટચ જવાબ..

રૂપાણીને કરાયો સવાલ – સીઆર પાટીલ પાસે ઈન્જેક્શનનો જથ્થો ક્યાથી આવ્યો..?

રાજ્યમાં જેમ જેમ કોરોના બેકાબુ બની રહ્યો છે તેમ તેમ રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યામાં રેમડેસિવિર ઈન્જેક્શન ખૂટી રહ્યા છે. તેવામાં સુરતમાં બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે મોટી જાહેરાત કરી હતી. રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના દર્દીઓની સારવાર માટે ભાજપ સુરત દ્વારા 5 હજાર રેમડેસિવિર ઇન્જેકશન મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે જેને જરૂર હોય તેણે ભાજપનો સંપર્ક કરવાનો રહેશે.

આજે અમદાવાદમાં સર્કીટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે પત્રકારોએ સવાલ કર્યો કે, એક તરફ હોસ્પિટલોમાં આ ઈન્જેક્શનની ભારે તંગી છે. ત્યારે ભાજપના અધ્યક્ષ પાસે મોટી માત્રામાં ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો..? તેના જબાવમાં તેમણે કહ્યું આ અંગે સીઆરને જ પૂછો મને ખબર નથી…

 66 ,  1