છત્રી-રેઇનકોટ માળિયામાંથી ઉતારી લેજો,વરસાદ આવશે પણ મોડો..

કેરળમાં ત્રણ – ચાર દિવસ મેઘરાજાની સવારી મોડી પહોંચે તેમ છે

દેશના હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જ ચોમાસાના વિલંબને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણએ જાહેર કરવામાં આવ્યું છે કે કેરળમાં 1 જૂન પહેલા ચોમાસાનું આગમન થશે નહીં. ભારતમાં સામાન્ય રીતે સૌથી પહેલા નૈઋત્યના ચોમાસાનું આગમન કેરળમાં થતું હોય છે, અને ત્યારબાદ ચોમાસુ આગળ વધતું હોય છે.ગુજરાતમાં પણ પંદરમી જૂનને બદલે વરસાદ મોડો આવે તેમ જણાય છે ,કેમકે કેરળમાં વરસાદ થયા બાદ એ વાદળો વાયા મુંબઈ થઈને ગુજરાત પહોંચે છે .

હાલની પરિસ્થિતિ પ્રમાણે આંદામાન-નિકોબાર સુધી નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ કેરળ સુધી નૈઋત્યના ચોમાસાને પહોંચતા હજુ 2 દિવસનો સમય લાગી શકે છે.

હવામાન વિશે આગાહી કરતી ખાનગી વેબસાઈટ દ્વારા દાવો કર્યો હતો કે કેરળમાં ચોમાસાનું આગમન 31 મે સુધીમાં થઈ જશે.પરંતુ IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓફિશિયલ પ્રેસ રિલીઝ કરીને જાણકારી આપવામાં આવી છે કે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસાનું આગમન મોડું થશે. કેરળમાં ચોમાસાનું આગમન 3 જૂન સુધીમાં થઇ જશે. ચોમાસાના આગમન થવા માટે સાનુકૂળ વાતાવરણ ન હોવાના કારણે હજુ સુધી નૈઋત્યનું ચોમાસુ આંદામાન-નિકોબારથી આગળ વધી શક્યું નથી.

છેલ્લા 24 કલાકમાં કેરળમાં જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી. સાથે જ યોગ્ય ઉંચાઈ સુધી વાદળો પણ બંધાઈ નથી રહ્યા જેને કારણે આગામી 1 જૂન સુધી ચોમાસાનું આગમન કેરળમાં થાય તેવા કોઈ અણસાર નથી. 1 જૂન પછી વાતાવરણમાં થોડો સુધારો આવશે અને 3 જૂન સુધી કેરળમાં ચોમાસાનું આગમન થશે તેમ હવામાન વિભાગ માની રહ્યું છે.

સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન 1 જૂને થતું હોય છે અને આ નૈઋત્યનું ચોમાસુ આગળ વધી ને 15 જૂન સુધીમાં ગુજરાત પહોંચતું હોય છે પરંતુ સાનુકૂળ વાતાવરણના કારણે કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર