September 24, 2020
September 24, 2020

વાયુસેનાની તાકાતમાં વધારો, 5 રાફેલ વિમાનો થયા સામેલ, Video

પાંચ લડાકુ વિમાનો રાફેલ એરફોર્સમાં વિધિવત રીતે જોડાયા

ભારતીય વાયૂસેનામાં પાંચ રાફેલ ફાઇટર વિમાન આજે અંબાલા એરફોર્સ બેઝ પર ઔપચારિક રીતે સામેલ થયા છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લી અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાફેલને અંબાલા એરબેઝ પર 17 સ્કવોડ્રન ગોલ્ડન એરોઝમાં સામેલ કરવામાં આવ્યા છે. 5 ધર્મોના ધર્મગુરૂએ રાફેલની પૂજા કરાવી હતી. ત્યારબાદ રાફેલને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત ચીનની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે આ સિદ્ધિ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 

જણાવી દઇએ, ફ્રાન્સ સાથે 36 રફાલ વિમાન માટે કરાર થયેલો છે. 10 વિમાનમાંથી પાંચનું ભારતમાં આગમન થઇ ગયું છે. જ્યારે કે બાકીના પાંચ વિમાન ફ્રાન્સમાં છે. જેના પર ભારતીય પાયલટ તાલીમ લઇ રહ્યા છે. ભારતને તમામ 36 વિમાન 2021ના અંત સુધીમાં મળી જાય તેવી સંભાવના છે.

રાફેલ વિમાનની વિશેષતાઓ

રાફેલ બે એન્જિન ધરાવતું એક આધુનિક ફાઈટર જેટ છે. તેને દરેક પ્રકારના મિશનમાં આગળ પડતું આવીને દુશ્મનનો સામનો કરી શકે છે. ભારતીય સેના પાસે જે મિરાજ-2000 છે તે એક સીટવાળું ફાઈટર જેટ છે. આ ફાઈટર જેટ હવાથી જમીન પર અને હવાથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. રાફેલની સૌથી મોટી વિશેષતા તે એક જ મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ પર જઈ શકે છે. રાફેલની મહત્તમ ઝડપ 2200 થી 2500 પ્રતિ કલાકની છે. રાફેલ વિમાન અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે.

રાફેલ મિસાઈલની રેન્જ 300 કિમી છે અને તેની પ્રહાર ક્ષમતા 3700 કિમી સુધીની છે. રાફેલ પરમાણુ હથિયાર લઈ જવામાં પણ સક્ષમ છે.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર