September 28, 2020
September 28, 2020

આજે અંબાલા એરબેઝ પહોંચશે ફાઈટર જેટ ‘રાફેલ’, વાયુસેના પ્રમુખ આવકારશે

વાયુસેનાના પ્રમુખ ભદૌરિયા રફાલને આવકારવા માટે રહેશે હાજર, અંબાલાના સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ

ભારતીય વાયુસેના માટે ખરીદાયેલા રફાલ વિમાન પૈકી પ્રથમ પાંચ વિમાન ફ્રાન્સથી આજે ભારત આવી રહ્યા છે. હરિયાણાનું અંબાલા એરફોર્સ સ્ટેશન રફાલ ઉતરશે. જેને લઈને અંબાલા એરફોર્સની આસપાસનો ત્રણ કિલોમીટરનો વિસ્તાર નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે. આજે રફાલ વિમાનનું આગમન થવાનું છે.

જેટ વિમાનોએ સોમવારે ફ્રાન્સના શહેર બોર્ડોમાં મેરિનેક એરબેઝથી ઉડાન ભરી હતી. બેડામાં ત્રણ સિંગલ સીટર અને બે ડબલ સીટ વાળા વિમાન સામેલ છે. તેને ભારતીય વાયુસેનામાં તેના 17મા  સ્ક્વિડ્રનના ભાગના રૂપમાં સામેલ કરવામાં આવશે, જેને અંબાલા એરબેઝ પર ગોલ્ડન એરોના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ વિમાન લગભગ 7 હજાર કિલોમીટરની સફર કાપીને અંબાલા વાયુસેના પોર્ટ પર ઉતરશે. 

નોંધનીય છે કે, 10 એરક્રાફ્ટ નિયત સમય પર ડિલીવરી માટે તૈયાર છે. જોકે પાંચ એરક્રાફ્ટ ટ્રેનિંગ માટે ફ્રાન્સમાં જ રાખવામાં આવ્યા છે. જ્યારે 5 રાફેલને ભારત મોકલવામાં આવ્યા છે અને ફ્રાન્સ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે બાકી ફાઇટર જેટની ડિલીવરી 2021ના અંત સુધીમાં થઈ જશે. રાફેલને અંબાલામાં તૈનાત કરવા પાછળ સૌથી મોટું કારણ એ છે કે ચીનની સીમાથી અંબાલા એરબેઝનું અંતર 300 કિલોમીટર છે.

વાયુસેનાના સૂત્રોએ કહ્યુ, એરફોર્સ ચીફ બુધવારે યુદ્ધક વિમાનોને રિસીવ કરવા અંબાલામાં હશે જેને 2016મા 60 હજાર કરોડ રૂપિયાના દેશના સૌથી મોટા રક્ષા સોદાના ભાગરૂપે સામેલ કરવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, બધા પાંચ રાફેલ વિમાન સંયુક્ત અરબ અમીરાત  (UAE)ના અલ દફ્રા એરબેઝ પર ઉભેલા છે. તે બુધવારે સવારે 11 કલાકે ભારત માટે ઉડાન ભરશે અને બપોરે 2 કલાકે અંબાલા એરબેઝ પહોંચશે. રાફેલને ઉડાવીને લાવનાર પાયલટ્સ  પોતાના ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહની આગેવાનીમાં અંબાલામાં જ એર ચીફને જણાવશે કે તેમને ફ્રાન્સમાં ક્યા પ્રકારની ટ્રેનિંગ મળી છે. 

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર