September 21, 2020
September 21, 2020

ભારતની ધરતી પર રાફેલનું લેન્ડિંગ, વાયુસેનાના પ્રમુખે કર્યું સ્વાગત

ફ્રાંસમાંથી પાંચ રાફેલ જેટ અંબાલા એરબેઝ આવી પહોંચ્યા, વોટર સેલ્યુટથી સ્વાગત

આખરે ભારતમાં રાફેલનું આગમણ થયું, હરિયાણાના અંબાલા એરબેઝ પર લેન્ડિંગ થયું છે. ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને આજે પાંચ રાફેલ પહેલી વખત ભારતની જમીન પર ઉતર્યા. આ પાંચ ફાઈટર પ્લેનથી ભારતીય વાયુસેનના એ શક્તિ મળશે કે દુશ્મન નજર ઉઠાવવાનું પણ વિચારશે નહીં. અણુ બોમ્બ લઈ જવાની શક્તિ ધરાવતું આ વિમાન દુનિયામાં એક માત્ર એવું ફાઈટર એરક્રાફ્ટ છે, જે 55 હજાર ફુટની ઊંચાઈથી પણ દુશ્મનને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ શક્તિ આપણા પાડોશી પાકિસ્તાન અને ચીન બન્ને પાસે નથી. જે કહેવા માટે તો પાડોશી છે.. પણ નિયત હંમેશા દુશ્મનો જેવી રાખે છે.

રાફેલ કલાકના 2,130 કિલોમીટરની ગતિ તેને અન્ય લડાકુ વિમાનોથી અલગ પાડે છે. રડારથી બચવાની ક્ષમતા અને દૂરથી દુશ્મનો પર બાજ જેવી તીખી નજર રાખવાની સાથે હુમલો કરવાની ક્ષમતામાં કુશળ છે. અત્યાર સુધી રશિયાથી મળેલા સુખોઈ વિમાનો દ્વારા ચીનને કાઉન્ટર કરી રહેલા ભારત પાસે રાફેલ આવવાથી મોટી તાકાત પ્રાપ્ત થઈ છે. ઘણા નિષ્ણાતો ભારતીય રાફેલને ચીનના જે -20 ની સામે ટક્કર આપવાની ક્ષમતા માની રહ્યા છે. સ્ટીલ્થ કેટેગરીના ચાઇનીઝ ફાઇટર એરક્રાફ્ટ વિશે દુનિયાને એટલી ખબર નથી જેટલી તે રાફેલ વિશે કરે છે. રાફેલને હવાનો સિકંદર કહેવામાં આવે છે.

આ ફાઇટર જેટ 20 કિલોમીટરથી 70 કિલોમીટરના અંતર સુધીના અચૂક નિશાન લગાવવામાં માહિર છે. જે લડાકૂ વિમાનથી હેમરને ફાયર કરવામાં આવે છે. તેની દૂરથી મારક ક્ષમતાને કારણે  દુશ્મનની એર ડિફેન્સમાં – રડાર પર દેખાતું નથી. હેમર મિસાઇલ કીટમાં વિવિધ કદના બોમ્બ પણ ફીટ કરી શકાય છે. જે 125 કિલો, 250 કિલો, 500 કિલો અથવા તો 1000 કિલોના પણ હોઈ શકે છે.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર