ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસૈન 19 વર્ષ બાદ પકડાયો

મુખ્ય આરોપી રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી હતો ફરાર

ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસૈન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. ત્યારે ગોધરાકાંડના આ આરોપીને એસઓજીની ટીમે ગઈ કાલે ઝડપી પાડ્યો છે. ત્યારે એસઓજીની ટીમને આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી છે. 

આરોપી રફીક હુસૈન ભટુક થોડા દિવસ અગાઉ જ ગોધરાના પોતાના ઘરે આવ્યો હતો. ઝડપાયેલો આરોપી દિલ્હીમાં અલગ અલગ સ્થાને રહીને મજૂરી અને ચોકીદારીનું કામ કરી રહેતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. હુસૈન ભટુકને વધુ કાર્યવાહી માટે રેલવે પોલીસને સુપરત કરાયો છે. ગોધરા હત્યાકાંડના નાસતા ફરતા બે આરોપીઓ સામે રેડકોર્નર નોટિસ ઈશ્યૂ કરવામા આવી હતી. 

અત્રે ઉલ્લેખનિય છે કે, તા. 27 ફેબ્રુઆરી 2002ના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં કોચ નંબર એસ-8 માં સવાર પ૯ કારસેવકોના મોત થયા હતાં. જેમાં મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને રર પુરુષો હતાં. જે પછી રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી હતી.

 31 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર