September 25, 2020
September 25, 2020

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન, લાલુ યાદવના હતા ખાસ

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના નિધન પર રાજકીય ગલિયારામાં શોકની લહેર

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયૂ વોર્ડમાં દાખલ હતાં. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. કહેવાય છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યાં હતાં. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી રઘુવંશ પ્રસાદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના નિધનથી રાજકીય ગલિયારામાં શોકનો માહોલ છે. આ અગાઉ આઈસીયૂમાંથી જ તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવા માટે પત્ર લખ્યો હતો. 

રઘુવંશ પ્રસાદ સિંહ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા અને આરજેડીમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમને લાલુની નજીક માનવામાં આવતા હતા.

લાલુ યાદવને લખેલા પત્રમાં રઘુવંશ પ્રસાદે લખ્યું હતું. હું જનનાયક કર્પુરી ઠાકુરના મૃત્યુ બાદ 32 વર્ષ સુધી તમારી સાથે ઉભો રહ્યો પરંતુ હવે નહીં. પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને રાજ્યના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો. મને ક્ષમા કરો.

રઘુવંશ પ્રસાદ સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ આરજેડી સુપ્રીમો લાલુ યાદવે તેમને મનાવવાની કોશિશ કરી હતી અને ચિઠ્ઠી પણ લખી હતી. પોતાની ચિઠ્ઠીમાં લાલુ યાદવે તેમને કહ્યું કે, જ્યારે તમે ઠીક થઈજસો ત્યારે આપણે વાત કરીશું. તમે ક્યાંય નથી જઈ રહ્યા.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર