પંજાબ કોંગ્રેસમાં બે ફાડ

રાહુલ અને પ્રિયંકા બિનઅનુભવી, સિદ્ધુ સામે મજબૂત ઉમેદવાર ઉભો રાખીશ : અમરિન્દર

પંજાબના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિન્દર સિંહે બગાવતના સૂર ફૂંક્યા છે. કેપ્ટન સ્પષ્ટ કહ્યું કે, જો આગામી વિધાનસભા ચૂંટણીમાં પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ સામે મજબૂત ઉમેદવાર ઉભા રાખશે. એટલું જ નહીં અમરિન્દર સિંહે પ્રથમવાર કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને બિનઅનુભવી ગણાવ્યા હતાં અને જણાવ્યું હતુમ કે તે પંજાબમાં કોંગ્રેસની આંતરિક લડાઇને કારણે અમરિન્દર સિંહે તાજેતરમાં જ પંજાબના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

અમરિન્દર સિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પ્રિયંકા અને રાહુલ મારા બાળકો જેવા છે. આ બાબતનો અંત આવી રીતે લાવવો યોગ્ય નથી. મને ખૂબ જ દુઃખ થયું છે.હું ધારા સભ્યોને લઇને ગોવા કે અન્ય સ્થળે લઇ ગયો નથી. હું આ રીતે કાર્ય કરતો નથી. હું રમત રમતો નથી અને ગાંધી પરિવારના ભાઇ-બહેન જાણે છે કે મારી કામ કરવાની રીત આ નથી.

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે ગાંધી પરિવારના બાળકો બિનઅનુભવી છે અને તેમના સલાહકારો તેમને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે સિદ્ધુને મુખ્યપ્રધાન બનવાથી રોકવા માટે પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડી દેશે.

પૂર્વ મુખ્યપ્રધાને જણાવ્યું છે કે તે સિદ્ધુ ખતરનાક વ્યકિતથી દેશને બચાવવા માટે કોઇ પણ બલિદાન આપવા તૈયાર છે.તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પંજાબ કોંગ્રેસ પ્રમુખને હરાવવા માટે તે મજબૂત ઉમેદવાર ઉભા રાખશે.

સિંહે જણાવ્યું હતું કે તેમણે અગાઉ જ સોનિયા ગાંધીને કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી જીતી ગયા પછી કોઇ અન્ય માટે તે પદ છોડવા માટે તૈયાર છે. જો કે આવું થયું ન હોવાથી હવે મારે લડવું પડશે. જ્યારે તેમને ભવિષ્યની રણનીતિ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે હું મારા મિત્રો સાથે વાત કર્યા પછી આગળની રણનીતિ ઘડીશ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમે ૪૦ વર્ષે વૃદ્ધ થઇ શકો છો અને ૮૦ વર્ષે યુવાન. આ જણાવી તેમણે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેમના માટે ઉંમર કોઇ અવરોધ નથી. તેમણે જણાવ્યું હતું કે જો સિદ્ધ સુપર સીએમ તરીકે વર્તશે તો કોંગ્રેસ કામ જ કરી નહીં શકે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી