રાહુલ દ્રવિડ બન્યા ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ…

રાહુલ દ્રવિડ ક્રિકેટને નવી ઊંચાઈએ લઈ જશે-ગાંગુલી

ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડની નિમણૂક કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ટી-20 શ્રેણીથી પોતાની જવાબદારી સંભાળશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તેઓ 2021 T20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપશે.

ભારતના મહાન ખેલાડીઓમાંના એક 48 વર્ષીય દ્રવિડ છેલ્લા છ વર્ષથી ભારત A અને U-19 સિસ્ટમનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ ઋષભ પંત, અવેશ ખાન, પૃથ્વી શો, હનુમા વિહારી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ જુનિયર સ્તરથી રાષ્ટ્રીય ટીમ સુધીની સફર કરી ચૂક્યા છે. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) બેંગ્લોરના વડા છે.

આ પ્રસંગે બીસીસીઆઈપ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ નિવેદન જારી કર્યું હતું. સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે અમે રાહુલ દ્રવિડનું સ્વાગત કરીએ છીએ, એક ખેલાડી તરીકેનો તેમનો રેકોર્ડ તેજસ્વી અને તેમના મહાન ખેલાડીઓ છે. તેમણે એનસીએના વડા તરીકે એક મહાન કાર્ય કર્યું છે. અમને આશા છે કે તેઓ ભારતીય ક્રિકેટને ઉંચાઈ પર લઈ જશે.

રાહુલ દ્રવિડની ક્રિકેટ કારકિર્દી 

કુલ ટેસ્ટ : 164, 13288 રન,
36 સદી, 52.31 સરેરાશ કુલ વન ડેઃ 344, 10889 રન, 12 સદી, 39.16 સરેરાશ

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી