ભાજપ-લઇ જાઓ વર્ષે 6 હજાર..! કોંગ્રેસ- વર્ષે નહીં મહિને લઇ જાઓ 6 હજાર…!

પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદીની ખેડૂતોને વર્ષે 6 હજાર એટલે મહિને 500 રૂપિયાની રોકડ સહાય યોજનાની સામે ટક્કર મારે એવી ગરીબ પરિવારોને રોજના 500 રૂપિયા લેખે મહિને 6 હજારની રોકડ સહાયની યોજનાની આજે જાહેર કરીને ભાજપને સીધો પડકાર ફેંકીને મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવાની ગેમ ચેન્જર યોજના જાહેર કરી હતી.

તેમણે પત્રકાર પરિષદ યોજીને આ યોજના જાહેર કરીને કહ્યું કે 5 કરોડ પરિવારોના 25 કરોડ સભ્યોને વર્ષે 72 હજાર લેખે મહિને 6 હજાર એટલે રોજના 500 રૂપિયાની રોકડ સહાયની મીનીમમ આવક ગેરંટી સાથે મળશે. તેમના ખાતામાં જમા થશે. કોંગ્રેસની આ લઘુતમ ખાતરીબધ્ધ આવક સ્કીમ સામે ભાજપ હવે કઇ સ્કીમ લાવે છે એના પર લોકોની નજર છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “અમે તબક્કાવાર આ યોજનાને લાગૂ કરીશું. દેશના 25 કરોડ લોકોને આ યોજનાનો ફાયદો મળશે. દેશના ગરીબ લોકોને કોંગ્રેસ ન્યાય આપશે. આવું કરીને અમે હિન્દુસ્તાનમાંથી ગરીબીને હટાવી દઈશું.”

સૂત્રો કહે છે કે ભાજપે મહિને 6 હજારની સામે મહિને 10 હજારની સ્કીમ લાવવી પડે તો કંઇક મેળ પડે. બાકી તો કોંગ્રેસની આ યોજના ચૂંટણી ચિત્ર અને પવનની દિશા બદલી નાંખે તેમ છે.

 139 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી