કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ માસ્ટર સ્ટ્રોક સમાન લધુત્તમ ખાતરી બદ્ધ આવક એટલે કે દેશના 20 ટકા ગરીબ પરિવારને મહિને 6,000 રૂપિયા આપવાની યોજના જાહેર કરતા ભાજપ દ્વારા તેની રાબેતા મુજબ મજાક ઉડાડવામાં આવી છે. મોદી સરકાર વતી નાણામંત્રી અરુણ જેટલીએ ટોણો મારતા કહ્યું કે, ગરીબી હટાવોનું સૂત્ર એતો કોંગ્રેસની જાગીર છે.
કોંગ્રેસ ગરીબી હટાવોના સુત્રો આપે છે પરંતુ સાધનો આપતી નથી. જોકે કોંગ્રેસે તેની દરકાર કર્યા વગર આ યોજનાને છેક લાભાર્થી સુધી પહોંચાડવાની કવાયત શરુ કરી છે. 20 ટકા એટલે 5 કરોડ પરિવારો અને એક પરિવારમાં 5 સભ્યો લેખે 25 કરોડ લોકોને તેનો લાભ મળે એવી કોંગ્રેસની ગણતરી છે.
લોકસભા ચૂંટણીમાં જીતવા માટે 17 કરોડ લોકો એક પક્ષને મતદાન કરે તો બેળો પાર. ભાજપના અમિત શાહ કહે છે કે મોદી સરકારે 22 કરોડ લાભાર્થીઓને લાભ આપ્યો છે. તેનો ડેટા અમારી પાસે છે. 22 કરોડ માંથી 17 કરોડ ભાજપને વોટ આપે તો નરેન્દ્ર મોદી ફરિથી વડાપ્રધાન બનશે. કોંગ્રેસની ગણતરી છે કે લધુત્તમ આવક યોજનાનો લાભ 25 કરોડ લોકોને મળી શકે.
આ યોજનાથી ખેંચાઈને જો 10 કરોડ ગરીબો કોંગ્રેસની તરફેણમાં મહીને 6 હજારની ખાતરી બદ્ધ આવક માટે મતદાન કરે તો પણ કોંગ્રેસને સત્તા મેળવવામાં વધારે સમય નહીં લાગે. અલબત ભાજપ અને કોંગ્રેસના આ દાવા જો અને તો ઉપર આધારિત છે.
ભાજપ અને અન્ય પરિબળો એમ કહે છે. કે કોંગ્રેસે આ યોજનાના અમલ માટે વર્ષે 3.6 લાખ કરોડની જોગવાઈ કરવી જોઈએ આટલા બધા પૈસા કોંગ્રેસ ક્યાંથી લાવશે? તેની સામે કોંગ્રેસનું એવો બચાવ છે કે નરેન્દ્ર મોદીએ 2014માં આપેલું વચન કે દરેકને 15-15 લાખ મળશે. તેના કરતા તો અમારી આ યોજના વાસ્તવિક બની શકે તેમ છે. કેમકે જો ખેડૂતોને ભાજપ સરકાર વર્ષે 6 હજાર આપી શકતી હોય તો અમે ગરીબોને તેની ગરીબી દૂર કરવા મહીને 6 હજાર કેમ ન આપી શકીએ?
105 , 3