માનહાનિ કેસ: 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર, વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે

કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ મેટ્રો કોર્ટ પહોચ્યા હતા. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી.

કોર્ટના 6 માળે કાર્યવાહી ચાલી રહી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે 15 હજારના બોન્ડ પર મંજૂરી કરી હતી. અમિત ચાવડા જામીનદાર બન્યા હતા અને વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટ કાર્યવાહી બાદ રાહુલ સંકુલથી રવાના થયા હતા.

એડીસી બેંકે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ 745 કરોડ રૂપિયા બ્લેકના વ્હાઈટ કરવામા આવ્યા હોવાની વિગતો જાહેર કરી હતી. જે બાદ એડીસી બેંક ડિરેક્ટર દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કરવામાં આવ્યો હતો.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી