અનુચ્છેદ 370 પર રાહુલે મૌન તોડ્યું, ‘સત્તાના દુરઉપયોગથી દેશની સુરક્ષાને ખતરો’

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. તેના પર વિપક્ષના આકરા સવાલોના ગૃહ મંત્રી બરાબર જવાબ પણ આપી રહ્યાં છે. આ બિલ રાજ્યસભામાં સોમવારે બહુમતીથી પસાર થઈ ગયું. જો કે કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે આ સમગ્ર મામલે આજે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.

રાહુલે લખ્યું, ”રાષ્ટ્રીય અખંડતાને બનાવી રાખવા માટે જમ્મુ કાશ્મીરના એકતરફી ટૂકડા ન કરી શકાય. તેના બંધારણને પાછળ રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જેલમાં નાખી ન શકાય. દેશ લોકોથી બને છે, જમીનથી નહીં. કાર્યકારી શક્તિઓનો દૂરુપયોગ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ગંભીર ખતરો સાબિત થઇ શકે છે. ”

આ અગાઉ લોકસભામાં બિલ પર ચર્ચાની શરૂઆત કરતા શાહે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો અધિકાર છે. કોંગ્રેસના રાજમાં કલમ 370 પર બે વાર સંશોધન થયું. અમિતશાહે એમ પણ કહ્યું કે તેઓ જ્યારે પણ જમ્મુ અને કાશ્મીરની વાત કરે છે ત્યારે તેમાં પીઓકે અને અક્સાઈ ચીન પણ સામેલ હોય છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી