કર્ણાટકઃ રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર..

કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામીની ગઠબંધન સરકાર પડી ગયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે લોકશાહી, ઇમાનદારી અને રાજ્યની જનતાની હાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પોતાના અંગત સ્વાર્થવાળા લોકોના લાલચની જીત થઇ છે.જ્યારે બીજી તરફ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર સંસ્થાઓ અને લોકતંત્રને વ્યવસ્થિત રીતે કમજોર કરવાનો આરોપ લગાવ્યો છે.

કર્ણાટકમાં આખરે રાજકીય નાટકનો અંત આવ્યો છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, એક દિવસ ભાજપને ખબર પડશે કે બધુ જ ખરીદી શકાતુ નથી. પ્રત્યેક વ્યક્તિને હેરાન કરવા પણ યોગ્ય નથી અને હેરાન કરી શકાય નહીં. આખરે જૂઠ એક દિવસ સામે આવી જ જાય છે. ભાજપે પણ સરકાર રચવા માટે દાવો કર્યો છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આ મામલે કટાક્ષ કર્યો છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી