2019ની હાર બાદ પહેલી વખત અમેઠી પહોંચ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ અમેઠીને પોતાનું ઘર ગણાવ્યું

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ભાજપા હટાવો, મોંઘવારી ભગાઓ પદયાત્રામાં સામેલ થવા માટે અમેઠી પહોંચી ગયા છે. કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમના સાથે જ છે. રાહુલના આગમન સમયે કોંગ્રેસી કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત જણાયા હતા. કાર્યકરોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘થોડાંક દિવસો પહેલા પ્રિયંકા મારી પાસે આવી અને તેણે મને કહ્યું કે, લખનૌ ચાલો. મેં તેને કહ્યું કે, લખનૌ જતાં પહેલા હું મારા ઘરે જવા ઈચ્છું છું. અમેઠી મારૂં ઘર છે અને કોઈ મને અહીંથી અલગ ન કરી શકે.’

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘2004માં હું રાજકારણમાં આવેલો અને પહેલી ચૂંટણી હું અહીંથી લડ્યો હતો અને તમે મને રાજકારણ શીખવ્યું. હું તમારો આભાર માનું છું. આજે દેશ સામે 2 સૌથી મોટા સવાલ છે બેરોજગારી અને મોંઘવારી. આ સવાલોનો જવાબ નથી મુખ્યમંત્રી આપતા, નથી વડાપ્રધાન આપતા.’

રાહુલે કહ્યું કે તેઓ ખેડૂતોના હિતની વાત કહીને કૃષિના 3 કાળા કાયદા લાવ્યા. દેશભરમાં ખેડૂતોએ વિરોધ કર્યો, પછી એક વર્ષ પછી વડાપ્રધાને માફી માંગી, કહ્યું કે ભૂલ થઈ છે. સંસદમાં સરકારે કહ્યું કે આંદોલનમાં કેટલા ખેડૂતો શહીદ થયા તે ખબર નથી. શું નાના દુકાનદારોને નોટબંધી, GSTનો લાભ મળ્યો? નોટબંધી, GST,કૃષિ કાયદાઓનું એક જ ધ્યેય છે, અમે અમારા બે કરીએ છીએ. નરેન્દ્ર મોદી તેમના માટે કામ કરે છે અને તેઓ મોદીને માર્કેટિંગમાં મદદ કરે છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી