September 18, 2021
September 18, 2021

ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, જાણો શું કહ્યું..

કોંગ્રેસ નેતા સુરજેવાલા અને શ્રીનિવાસની અટકાયત કરાઈ

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડુતોનું આંદોલન દિલ્હીની વિવિધ સરહદો પર ચાલી રહ્યું છે હવે આ આંદોલનનો અવાજ સંસદ સુધીના માર્ગથી સંભળાય છે. ખેડુતોના કાયદાના મુદ્દે વિપક્ષ ચોમાસા સત્ર દરમિયાન હંગામો મચાવી રહ્યો છે. દરમિયાન, આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ખેડૂત વિરોધી કાયદાના આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે સવારે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવીને સૌ કૌઈને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ પાર્ટીનું કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે જે અંતર્ગત રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા, દીપેન્દ્ર હુડ્ડા સહિત અન્ય કેટલાય કોંગ્રેસી નેતાઓ સવાર જોવા મળ્યા હતા. ટ્રેક્ટર ચલાવવાના આ કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસ નેતા રણદીપ સુરેજવાલા અને બીવી. શ્રીનિવાસી અટકાયત કરવામાં આવી છે. બાજી બીજુ ટ્રેક્ટર સામે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરૂદ્ધ પોસ્ટર ચોંટાડવામાં આવ્યુ હતું અને ખેડૂતોના સમર્થનમાં વાતો કહેવામાં આવી હતી.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોનો અવાજ સાંભળવામાં નથી આવી રહ્યો. સરકારે આ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ કાળા કાયદા છે. ખેડૂતો પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેમને આતંકવાદી પણ કહેવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત સંસદ લગાવવામાં આવી રહી છે. 200 ખેડૂતો દરરોજ જંતર-મંતર ખાતે સંસદ યોજશે, જે સંસદના મોનસૂન સત્ર સુધી ચાલુ રહેશે.

 51 ,  1