રાહુલ ગાંધી સુરત કોર્ટમાં પહોંચ્યા, પૂર્ણેશ મોદીએ કહ્યું- અંતિમ શ્વાસ સુધી લડશું

રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો – ભાજપના ધારાસભ્ય

કોર્ટમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવી રહ્યા છે.જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા,પરેશ ધાનાણી સહિતના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. માનહાની કેસમાં રાહુલ ગાંધી બીજી વખત સુરત કોર્ટ સમક્ષ હાજર થશે. અગાઉ ઓક્ટોબર 2019માં રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર રહી ચુક્યા છે. કોર્ટ કાર્યવાહી પુર્ણ થતાં જ તેઓ દિલ્લી જવા રવાના થશે. રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ યોજી શકે છે.

ત્રણ વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચોક્કસ સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.

 60 ,  1