પ્રશાંત કનૌજિયા વિવાદ પર રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખનાર પત્રકાર પ્રશાંત કનૌજિયાની ધરપકડ ખૂબ ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે આ બાબત પર ધ્યાન ધરાવતા જણાવ્યું કે આ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું હનન માનવામાં આવે છે.

કોર્ટે પત્રકારને જમાનત આપવાના આદેશ આપ્યા. તે બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ બાબત પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધી એ મંગળવારે પ્રશં કનૌજિયા વિવાદ પર ટ્વીટ કર્યું. તેમણે લખ્યું, ‘જો આ રીતે મારા વિરુદ્ધ કોઈ લખનાર પત્રકાર પર એક્શન શરુ થઇ તો મીડિયા હાઉસમાં સ્ટાફની અછત જોવા મળશે.

તેમણે વધુમાં ટ્વિટર પર લખ્યું કે, ‘જો દરેક પત્રકાર મારા વિરુદ્ધ ખોટો આરોપ લગાવીને RSS/BJPના પ્રાયોજિત એજન્ડા ચલાવે છે જો તેને જેલમાં નાખી દેવામાં આવે તો ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલોમાં સ્ટાફની અછત જોવા મળશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુર્ખ વલણ ધરાવે છે. ધરપકડ કરનાર પત્રકારને તરત જ છોડી દેવાની જરૂર છે.

શું હતો વિવાદ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ‘વાંધાજનક ટિપ્પણી’ કરનાર પત્રકાર પ્રશાંત કનોજિયાને મુક્ત કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ મામલે શનિવારે નવી દિલ્હીથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

 13 ,  1