રાહુલ ગાંધીએ કહ્યું – પીએમ મોદી પોલીસ વગર કોઈ પણ યૂનિવર્સિટીમાં જઈ બતાવે…

નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોની મીટિંગ બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપું છું કે, તેઓ પોલીસ વગર કોઈ પણ યૂનિવર્સિટીમાં જઈને દેખાડે. તેઓ જણાવે કે દેશ માટે તેઓ શું કરવા જઈ રહ્યાં છે.

JNU અને જામિયા યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિરોધને લઈને કહ્યું કે, તેમની આવાજ દબાવી શકાય નહી. વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ કે વિદ્યાર્થીઓને રોજગારી કેવી રીતે મળે અને કેવી રીતે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી શકશે.

રાહુલ ગાંથીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પાસે યુવાઓ સાથે વાત કરવાનો સાહસ હોવો જોઇએ. તેમણે સ્પષ્ટતા આપવી જોઇએ કે, અર્થવ્યવસ્થા કેવી રીતે સંકટમાં આવી. વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની તેમની હિમ્મત નથી રહી. જોકે કેટલાક વિપક્ષ દળો દ્વારા બેઠકમાં ન જોડાવાના મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી ન હતી.

આ દરમિયાન વામપંથી દળ સીપીઆઇ નેતા ડી રાજાએ કહ્યું કે વિપક્ષ દળો 23, 26, અને 30 જાન્યુઆરીએ નાગરિકતા કાયદો અને એનઆરસી વિરુદ્ધ આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, આ આંદોલન દેશ બચાવો, લોકતંત્ર બચાવો, બંધારણ બચાવોના નારા સાથે કરવામાં આવશે.

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર