MSP વગર બિહારનો ખેડૂત મુશ્કેલીમાં, વડાપ્રધાને દેશને કુવામાં ધકેલ્યો : રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનના સમર્થનમાં એકવાર ફરી ટ્વીટ કર્યું છે. રાહુલ ગંધીએ કહ્યુ કે, મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અને APMC વગર બિહારના કિસાન ખુબ મુશ્કેલીમાં છે અને હવે પીએમ નરેન્દ્ર મોદી દેશને પણ આ કુવામાં ધકેલી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, ‘બિહારના કિસાન MSP-APMC વગર ખુબ મુશ્કેલીમાં છે અને હવે પીએમ મોદીએ દેશને આ કુવામાં ધકેલી દીધો છે. તેવામાં દેશના અન્નદાતાનો સાથ આપવો અમારૂ કર્તવ્ય છે.’

ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના ધરણાનો આજે 10મો દિવસ છે. ખેડૂત દિલ્હી-હરિયાણાની બોર્ડર પર સતત પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની સરકાર સાથે આ મુદ્દા પર વાતચીતમાં કોઇ પરીણામ આવ્યું નથી. જો કે આજે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે ફરી વાતચીત યોજાશે. 

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર