કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાની પારંપરિક સીટ અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. રાહુલ ગાંધીએ જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા પણ ઉપસ્થિત રહ્યા. આ પહેલા અમેઠીમાં રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યો જેમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી, માતા સોનિયા ગાંધી તેમજ રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે રાહુલ ગાંધી સતત 3 વખત અમેઠીથી સાંસદ રહ્યા છે. 2004માં તેમણે અહિંથી પ્રથમ વખત જીત નોંધાવી હતી. ત્યારબાદ 2009 અને 2014માં પણ રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી વિજેતા થયા હતાં.
2014ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પર ભાજપનાં સ્મૃતિ ઇરાનીને એક લાખ કરતા વધારે મતોથી હરાવ્યાં હતાં. જો કે આ વખતે પણ રાહુલ ગાંધીનો મુકાબલો સ્મૃતિ ઇરાની સામે થશે.
82 , 3