September 26, 2022
September 26, 2022

હવે હું અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપથી નવા પ્રમુખ પસંદ કરી લે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ બુધવારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી. તેમને કહ્યું કે, પાર્ટીએ મોડું કર્યા વિના ઝડપથી નવા અધ્યક્ષ પસંદ કરી લેવા જોઈએ. તેઓએ એક ઓપન લેટર પણ જાહેર કર્યો છે. જેમાં તેઓએ કહ્યું કે મે કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ તેઓએ કહ્યું કે એક મહિના પહેલા નવા અધ્યક્ષની પસંદગી થઇ જવી જોઇએ.

રાહુલ ગાંધીએ સંસદની બહાર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ જેમ બને તેટલી ઝડપથી અધ્યક્ષ પસંદ કરી લેવા જોઈએ. હું મારું રાજીનામું પહેલા જ આપી ચુક્યો છું. હવે હું પાર્ટી અધ્યક્ષ નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં બેઠક કરીને નવા અધ્યક્ષ પર નિર્ણય કરવો જોઈએ.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી