વિવાદ – આખરે ભારતના તમામ લોકોનું DNA એક છે ખરુ?

રાહુલે સંઘ સુપ્રીમોને આપ્યો જવાબ – DNA એક નહીં

40000 વર્ષથી ભારતના લોકોના ડીએનએ એક જ છે તેવા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ રાહુલ ગાંધીએ તેના પર પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, જે લોકો હિન્દુત્વમાં માને છે તે લોકોનુ માનવુ છે કે, ભારતના તમામ લોકોના ડીએનએ એક સરખા છે પણ હિન્દું માને છે કે દરેક વ્યક્તિનુ ડીએનએ અલગ અને આગવુ હોય છે. આમ ડીએનએના મુદ્દે પણ રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વનો ફરક સમજાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યુ હતુ કે, 40000 વર્ષથી ભારતના તમામ લોકોના ડીએનએ એક સમાન છે.હું હવામાં વાત નથી કરી રહ્યો.તેના પૂરાવા પણ છે.દેશની સંસ્કૃતિ આપણા પૂર્વજોના કારણે ફુલીફાલી છે.તેના માટે આપણા પૂર્વજોએ બહુ બલિદાન આપ્યા છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી